પ્રવાહી મેડિકલ ઓક્સિજન કન્ટેનર્સ સાથે ‘INS ત્રિકંડ’નું મુંબઈમાં આગમન

ભારતમાં કોરોનાવાઈરસ મહાબીમારીની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે અને હોસ્પિટલોમાં ઓક્સિજનની ખેંચ ઊભી થઈ છે ત્યારે ફ્રાન્સ તરફથી કરાયેલી મદદના ભાગરૂપે લિક્વીડ મેડિકલ ઓક્સિજન ભરેલા ક્રાયોજેનિક કન્ટેનર્સ સાથેનું ભારતીય નૌકાદળનું જહાજ ‘INS ત્રિકંડ’ 10 મે, સોમવારે કતરના હમાદ બંદરેથી મુંબઈ આવી પહોંચ્યું હતું.

ભારતીય નૌકાદળે હાથ ધરેલા ‘ઓપરેશન સમુદ્ર સેતુ 2’ના ભાગરૂપે ‘INS ત્રિકંડ’ જહાજ 40 મેટ્રિક ટન પ્રવાહી ઓક્સિજન લઈને આવ્યું છે.

આ કન્સાઈનમેન્ટ ભારતને કોરોનાસંકટમાં મદદરૂપ થવાના ફ્રાન્સની સરકારે કરેલા સંકલ્પના ભાગરૂપે મુંબઈસ્થિત ફ્રેન્ચ દૂતાવાસની સહાયના ભાગરૂપે છે.

મુંબઈસ્થિત નેવલ ડોકયાર્ડ ખાતે ‘INS ત્રિકંડ’માંથી લિક્વિડ મેડિકલ ઓક્સિજન ભરેલા કન્ટેનર્સ ઉતારવામાં આવી રહ્યા છે

કેપ્ટન હરિશ બહુગુણા (કમાન્ડિંગ ઓફિસર ‘INS ત્રિકંડ’)ની પત્રકારો સાથે વાતચીત

ઓક્સિજન ભરેલી ટેન્ક્સ ભારતીય નૌકાદળ દ્વારા સુપરત કરાઈ (વાઈસ એડમિરલ આર.બી. પંડિત, મહારાષ્ટ્રના પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરે, મુંબઈસ્થિત ફ્રેન્ચ દૂતાવાસનાં કોન્સલ જનરલ સોનિયા બોબ્રીની ઉપસ્થિતિ)

ભારત-ફ્રાન્સ વચ્ચેના આ સહયોગને કતરમાંના ભારતીય રાજદૂત ડો. દીપક મિત્તલે સરળ બનાવી આપ્યો છે. આ સહયોગ અંતર્ગત આગામી બે મહિનામાં જહાજ મારફત ભારતમાં 600 મેટ્રિક ટન લિક્વીડ મેડિકલ ઓક્સિજનનો પુરવઠો આવશે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]