ભારત-બ્રિટન લશ્કરના જવાનો દ્વારા સંયુક્ત કવાયત

ભારતીય સેના અને બ્રિટિશ આર્મી તેમના જવાનો માટે દર બે વર્ષે સંયુક્ત કવાયત યોજે છે, જેને ‘અજેય વોરિઅર-2023’ નામ આપવામાં આવ્યું છે. આ વખતે આ સાતમી આવૃત્તિની સંયુક્ત કવાયતનું આયોજન બ્રિટનના સેલિસબરી મેદાન વિસ્તારમાં કરવામાં આવ્યું છે. તે દરમિયાન બંને સેનાના જવાનો અનેક વ્યૂહાત્મક ડ્રિલ્સ ઉપર સંયુક્તપણે તાલીમ લઈ રહ્યા છે. આ કવાયત 27 એપ્રિલથી શરૂ થઈ છે અને 11 મે સુધી ચાલશે. આ વખતની કવાયતમાં બ્રિટિશ સેનાના રોયલ ગોરખા રાઈફલ્સ દળના જવાનો અને ભારતીય સેનાની બિહાર રેજિમેન્ટના જવાનો જોડાયા છે.

ગયા વખતે – 2021ના ઓક્ટોબરમાં આ સંયુક્ત કવાયત ઉત્તરાખંડમાં યોજવામાં આવી હતી.

(તસવીર સૌજન્યઃ @adgpi)