ધોધમાર વરસાદથી મુંબઈના હાલ થયા બેહાલ…

20 દિવસ સુધી રાહ જોવડાવ્યા બાદ ચોમાસાની મોસમનો પહેલો ધોધમાર વરસાદ 28 જૂન, શુક્રવારે પડ્યો અને એને કારણે શહેરમાં અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં. રસ્તે ચાલતા લોકોને ચાલવામાં તકલીફ ભોગવવી પડી હતી. અનેક સ્થળે ટ્રાફિક પણ જામ થયો હતો. બાન્દ્રા, કુર્લા, ઘાટકોપર, બોરીવલી, અંધેરી, હિંદમાતા સહિત અનેક સ્થળોએ રસ્તાઓ પર પાણી ભરાયા હતા. આ વરસાદી આફતમાં ત્રણ વ્યક્તિનાં જાન ગયા છે અને બીજાં પાંચ જણ ઘાયલ થયાના અહેવાલ છે.