અમેરિકાના જનરલ ચાર્લ્સ એ. ફ્લીન (કમાન્ડિંગ જનરલ, યૂનાઈટેડ સ્ટેટ્સ આર્મી પેસિફિક) ભારત મુલાકાત દરમિયાન 7 જૂન, મંગળવારે નવી દિલ્હીમાં લશ્કરી વડા જનરલ મનોજ પાંડેને મળ્યા હતા અને દ્વિપક્ષીય સંરક્ષણ સહકારની બાબતો અંગે વિચારવિમર્શ કર્યો હતો. જનરલ ફ્લીન નાયબ લશ્કરી વડા લેફ્ટેનન્ટ જનરલ બી.એસ. રાજુને પણ મળ્યા હતા. જનરલ ફ્લીને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદ જવાનોને પુષ્પચક્ર અર્પણ કર્યું હતું અને સાઉથ બ્લોક ખાતે ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી. (તસવીર સૌજન્યઃ પીઆઈબી)