કેકેને કોલકાતામાં અંતિમ સલામી અપાઈ; ગુરુવારે મુંબઈમાં કરાશે અંતિમસંસ્કાર

કોલકાતામાં ચોંકાવનારા સંજોગોમાં મંગળવાર, 31 મેએ રાતે એક લાઈવ પરફોર્મન્સ બાદ અવસાન પામેલા લોકપ્રિય ગાયક કેકે (કૃષ્ણકુમાર કુન્નાથ)ના પાર્થિવ શરીરને 1 જૂન, બુધવારે કોલકાતાના રવીન્દ્ર સદનમાં શાસકીય સમ્માન અને ગન સેલ્યૂટ સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. એ વખતે દિવંગત ગાયક કેકેના પત્ની જ્યોતિ ક્રિષ્ના, પુત્ર નકુલ, પુત્રી તામરા, અન્ય સગાંસંબંધીઓ તથા પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી ઉપસ્થિત રહ્યાં હતાં.

જ્યોતિ ક્રિષ્ના એમનાં દિવંગત પતિ કેકેને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે

પુત્ર નકુલ એના દિવંગત પિતા કેકેને શ્રદ્ધાંજલિ આપે છે

પુત્રી તામરા દિવંગત પિતા કેકેને શ્રદ્ધાંજલિ આપે છે

મમતા બેનરજી દિવંગત ગાયક કેકેને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે

પરિવારજનો તથા સગાંસંબંધીઓ કેકેને શ્રદ્ધાંજલિ આપે છે

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]