ચીખલીમાં વડા પ્રધાન મોદીનું આદિવાસી પરંપરાનુસાર સ્વાગત…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 10 જૂન, શુક્રવારે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં અનેક વિકાસયોજનાઓનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું. નવસારી જિલ્લાના ચીખલીમાં આદિવાસી લોકોએ એમનું પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું. એમની સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હતા.

વડા પ્રધાન મોદીએ આદિવાસી જનતાને કરેલા સંબોધનમાં કહ્યું, ચીખલી સાથે મારો વર્ષો જૂનો નાતો છે. અહીં બસમાં આવતો હતો. ઘણાં વર્ષો અહીં રહ્યો હતો ત્યારે મારે કોઈ દિવસ ભૂખ્યા રહેવાની નોબત નહોતી આવી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]