ગાંધીનગર કલ્ચર ફોરમના આંગણે માઈ ભક્તોની ભીડ…

ગાંધીનગરઃ ગાંધીનગર કલ્ચર ફોરમના આંગણે પાંચમા નોરતે ખેલૈયાઓ અને પ્રેક્ષકો વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ગાંધીનગરમાં રવિવારની રજાનો દિવસ હોવાથી માહોલમાં વિશેષ આનંદ છલકાતો હતો. ગુજરાત રાજ્યના માહિતી આયોગના પૂર્વ મુખ્ય માહિતી કમિશનર વી.એસ. ગઢવી, સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ સી.વી. સોમ, અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગના અગ્ર સચિવ કમલ દયાણી અને વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતી મ્યુઝીક એપ. ‘જલસો’ના નૈષધ પુરાણીએ માતાજીની આરતી ઉતારી હતી. ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી પ્રાંજલ ભટ્ટે પણ ગાંધીનગર કલ્ચર ફોરમના આંગણામાં ગરબા રમવાની મજા માણી હતી.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]