સ્ટાફને સપ્ટેંબરનો પગાર ચૂકવવામાં વિલંબઃ જેટ એરવેઝે કહ્યું, ‘અમે ઉકેલના પ્રયાસમાં છીએ’

મુંબઈ – પોતાના કર્મચારીઓને સપ્ટેંબરનો પગાર આપવામાં થયેલા વિલંબ બદલ જેટ એરવેઝે માફી માગી છે.

નરેશ ગોયલ દ્વારા પ્રમોટ કરાયેલી એરલાઈને કહ્યું છે કે અમે આ બાબતમાં ઉકેલ લાવવા પ્રયત્નશીલ છીએ.

એરલાઈને એમ પણ કહ્યું છે કે એકાદ અઠવાડિયામાં જેવો ઉકેલ મળી જશે કે તરત જ અમે કર્મચારીઓને એની જાણ કરી દઈશું.

અગાઉ, એરલાઈન ગયા ઓગસ્ટમાં એના પાઈલટ્સ, એરક્રાફ્ટ મેનટેનન્સ એન્જિનીયર્સ તથા અન્યોને પણ પગાર આપવામાં નિષ્ફળ ગઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]