ગુલમર્ગના પહાડો પર છવાઈ બરફની ચાદર

ચોમાસાની વિદાય બાદ શિયાળાની મોસમની હજી શરૂઆત થઈ રહી છે ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ કશ્મીરના પર્યટનસ્થળ ગુલમર્ગના પહાડી વિસ્તારોમાં નવેસરથી હિમવર્ષા થતાં 10 ઓક્ટોબર, મંગળવારે નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા.

હિમાચલ પ્રદેશ રાજ્યના કિન્નૌર, લાહૌલ અને સ્પિટી, કુલુ, મંડી અને શિમલા જિલ્લાઓમાં પણ પહાડી વિસ્તારોમાં ઉંચાઈવાળા ભાગોમાં હળવી હિમવર્ષા થઈ છે. જ્યારે નીચાણવાળા ભાગોમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે.