31 ડિસેંબર, સોમવારે મધરાતે 12ના ટકોરા થયા એ સાથે જ પૃથ્વી પર સૂર્ય જ્યાં સૌથી પહેલાં ઉગે છે તે ન્યૂ ઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા ઉપરાંત હોંગકોંગ, મલેશિયા જેવા દેશોમાં નવા, 2019ના વર્ષને આવકારવા માટે આકાશમાં ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. આ તસવીર ઓસ્ટ્રેલિયાના સિડની શહેરના સિડની હાર્બરની છે.