રસ્તા પર વેચાતા રાવણના પૂતળાં

નવ દિવસનો નવરાત્રી તહેવાર સમાપ્ત થશે અને 24 ઓક્ટોબર, મંગળવારે દસમા દિવસે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે. તે દિવસે પરંપરાનુસાર ભારતમાં અનેક સ્થળે જાહેર કાર્યક્રમોમાં રાક્ષસોના રાજા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. નવી દિલ્હીમાં લાલ કિલ્લા નજીકના રસ્તા પરના એક સ્ટોલ ખાતે રાવણના પૂતળાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.