ભારતે પેલેસ્ટાઈનની જનતા માટે વિમાન દ્વારા મોકલી ટનબંધ માનવતાવાદી સહાય

ઈઝરાયલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ગાઝા સ્ટ્રીપમાં ફસાઈ ગયેલાં પેલેસ્ટાઈનવાસીઓની મદદે ભારત સરકાર પણ આવી છે. અન્ય દેશોની સાથે જોડાઈને ભારતે પેલેસ્ટીનિયન લોકોની મદદ માટે રાજદ્વારી શુભચેષ્ઠા રૂપે તબીબી તથા આફત રાહત સામગ્રી સાથેનું ભારતીય હવાઈ દળનું સી-17 વિમાન મોકલ્યું છે. આ વિમાન ઈજિપ્તના અલ-અરિશ એરપોર્ટ માટે 22 ઓક્ટોબર, રવિવારે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદસ્થિત હિંડન એરબેઝ ખાતેથી રવાના થયું હતું.

આ સામગ્રીમાં 6.5 ટન મેડિકલ અને 32 ટન ડિઝાસ્ટર રીલિફ સામગ્રીનો સમાવેશ થાય છે.

મેડિકલ સામગ્રીમાં જીવનાવશ્યક દવાઓ, સર્જિકલ આઈટમો, તંબૂઓ, સૂવા માટેની બેગ્સ વગેરેનો સમાવેશ થાય છે.