ધર્મેન્દ્રએ મથુરામાં પત્ની હેમા માટે પ્રચાર કર્યો…

પીઢ બોલીવૂડ અભિનેતા ધર્મેન્દ્રએ 14 એપ્રિલ, રવિવારે ઉત્તર પ્રદેશના મથુરામાં એમના પત્ની અને ભાજપનાં નેતા હેમા માલિની માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. હેમા મથુરા બેઠક માટે ભાજપનાં ઉમેદવાર છે. હેમા 2014ની ચૂંટણીમાં વિજયી બન્યાં હતાં. ધર્મેન્દ્રએ હેમાને વોટ આપવાની લોકોને અપીલ કરી હતી અને કહ્યું કે વોટ ફોર હેમા માલિની, તમારા ટેકા વગર અમે આ શહેરના વિકાસ માટે એક પણ ડગલું આગળ વધી શકીશું નહીં. ધર્મેન્દ્રએ મજાકમાં એમ પણ કહ્યું હતું કે જો તમે હેમા માલિનીને વોટ નહીં આપો તો હું મથુરામાં સૌથી ઊંચી પાણીની ટાંકી પર ચડી જઈશ. સાંભળીને મેદનીમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. હેમાએ કહ્યું કે, ધર્મેન્દ્ર મારાં પ્રચાર માટે આવ્યા, આજનો દિવસ મારે માટે સ્પેશિયલ છે.