કોંગ્રેસ @ ગુજરાતની તસવીરી ઝલક

ગાંધી આશ્રમ ખાતે દાંડી યાત્રાના 89 વર્ષ બાદ અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ઉમટ્યા છે. જેમાં સમગ્ર ગાંધી પરિવાર ઉપરાંત દેશના મોટા ગજાના નેતાઓ હાજર રહ્યાં હતાં. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી અમદાવાદ આવી પહોંચ્યા હતા.

ગાંધી આશ્રમ ખાતે સર્વધર્મ સભામાં હાજરી આપી હતી. બાપૂના પ્રિય એવા વૈષ્ણવજન તો તેને કહીએ પણ ગાયકવૃંદ દ્વારા ગાવામાં આવ્યું હતું.

ગાંધી આશ્રમમાં પ્રાર્થનાસભા યોજી ઐતિહાસિક દિનની ઉજવણીમાં હાજરી આપવા માટે મનમોહન સિંહ, કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ સહિતના નેતાઓ ગાંધી આશ્રમ પહોંચ્યા હતાં.

ગાંધી આશ્રમ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ તમામનું સુત્તરની આંટી પહેરાવીને સ્વાગત કર્યું હતું.

CWCની બેઠક પહેલા ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સોનિયા ગાંધીએ અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થનાસભા બાદ વિઝિટર બુકમાં મેસેજ લખ્યો હતો.

લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે ગુજરાતના અમદાવાદથી આજે કોંગ્રેસે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતાં.

ભાજપની સુપ્રીમ જોડીને તેમના ગૃહરાજયમાં ઘેરવા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ વર્કીંગ કમિટીની બેઠકનું આજે અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

 

ગુજરાતમાં છ દાયકા બાદ યોજાયેલી આ બેઠકમાં ભાગ લેવા દેશભરમાંથી વરિષ્ઠા કોંગ્રેસી આગેવાનો ગુજરાત આવ્યા છે.

તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]