‘કલંક’નું ટીઝર લોન્ચ કરાયું: સંજય-માધુરી 21 વર્ષે ફરી રૂપેરી પડદા પર…

આગામી હિન્દી ફિલ્મ 'કલંક'નું ટીઝર 12 માર્ચ, મંગળવારે મુંબઈમાં મીડિયા સમક્ષ લોન્ચ કરાયું હતું. એ પ્રસંગે ફિલ્મનાં નિર્માતા, દિગ્દર્શક ઉપરાંત કલાકારો હાજર રહ્યાં હતાં જેમ કે કરણ જોહર, સંજય દત્ત, માધુરી દીક્ષિત-નેને, વરુણ ધવન, આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર, સોનાક્ષી સિન્હાનો સમાવેશ થાય છે. કાર્યક્રમનાં સ્ટેજ પર વરુણે આલિયાને તેડી લીધી હતી. જ્યારે માધુરીએ સ્વ. શ્રીદેવીને યાદ કર્યાં હતાં. આ ફિલ્મમાં મૂળ શ્રીદેવીને રોલ આપવામાં આવ્યો હતો, પણ એમનાં અકાળે નિધનને લીધે માધુરીની પસંદગી કરવામાં આવી. 'કલંક' ફિલ્મ 17 એપ્રિલે રિલીઝ થવાની છે. સંજય દત્ત અને માધુરી દીક્ષિત 21 વર્ષ બાદ ફરી સ્ક્રીન પર સાથે કામ કરતાં જોવા મળશે. આ બંને કલાકાર 90ના દાયકામાં 'સાજન', 'ખલનાયક', 'કાનૂન અપના અપના', 'થાનેદાર', 'ઈલાકા' જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યાં છે. કલાકારોએ ટીઝર લોન્ચ પ્રસંગે પ્રેસ ફોટોગ્રાફરોને વિવિધ અદામાં પોઝ આપ્યાં હતાં. (તસવીરોઃ દીપક ધુરી)
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]