નવી હોન્ડા સિવિકઃ કિંમત રૂ. 17 લાખથી વધુ…

હોન્ડા કાર્સ ઈન્ડિયા લિમિટેડ કંપનીએ તેની એકદમ નવી, 10મી જનરેશનની હોન્ડા સિવિક કાર ભારતની ઓટોમોબાઈલ બજારમાં લોન્ચ કરી છે. સિવિક સિડેનની આ લેટેસ્ટ વર્ઝનની કિંમત રૂ. 17 લાખ 70 હજાર અને રૂ. 22 લાખ 30 હજારની વચ્ચે (એક્સ-શોરૂમ) છે. દુનિયાભરમાં આ સૌથી મોટા સેલિંગ મોડેલની કાર છે. આ નવી કાર પેટ્રોલ અને ડિઝલ, બંને વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ છે. તે પ્લેટિનમ વ્હાઈટ પર્લ, રેડિઅન્ટ રેડ મેટાલિક, મોડર્ન સ્ટીલ મેટાલિક, લુનાર સિલ્વર મેટાલિક અને ગોલ્ડન બ્રાઉન મેટાલિક રંગોમાં ઉપલબ્ધ છે. આ કાર બે એન્જિન ઓપ્શનમાં છે અને તે ભારતીય બજારમાં આવતાવેંત છવાઈ ગઈ છે. 20 દિવસમાં 1,100 કાર બુક થઈ ગઈ છે. માર્કેટમાં આ કાર સ્કોડા ઓક્ટાવિયા, હુન્ડેઈ એલાન્ટ્રા અને ફોક્સવેગનની જેટા જેવી કારો સાથે ટક્કર લેશે. આ એક્ઝિક્યૂટિવ સિડેનમાં એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટો સાથે 7-ઈંચનો ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ્સ, 80-વે એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ, ઈલેક્ટ્રોનિક સનરૂફ, ડ્યૂઅલ ઝોન ક્લાઈમેટ કન્ટ્રોલ અને સ્માર્ટ કી એન્જિન ઓન/ઓફ જેવા ફીચર્સ છે.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]