જળસંકટ નિવારવા CM સજોડે માને શરણે

0
784

ખેડબ્રહ્મા- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સાબરકાંઠા જિલ્લામાં સુજલામ સુફલામ જળ સંચય અંતર્ગત માંગોલ નદીને પુન:જીવિત કરવાના કાર્યમાં સહભાગી થતાં પૂર્વે ખેડબ્રહ્મા અંબાજી માતાના દર્શન-પૂજન કરી આશીર્વાદ મેળવ્યાં હતાં.

નાના અંબાજી તરીકે પ્રખ્યાત ખેડબ્રહ્મા અંબાજી માતાના દર્શન કરી સીએમે જગતજનની અંબામા સમક્ષ જળસંચયથી સમગ્ર ગુજરાત જળસંકટનો સામનો કરવા સક્ષમ બને તેવી અભ્યર્થના પણ કરી હતી. તેમણે ચોમાસામાં વ્યાપક વર્ષાની વાંચ્છના પણ કરી હતી.

આ વેળાએ  સાંસદ દીપસિંહ રાઠોડ, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણભાઇ વોરા, શ્રીમતી અંજલિબહેન રૂપાણી, તથા જિલ્લા પ્રભારી સચીવ ડૉ. જ્યંતિ રવિ પણ મુખ્યમંત્રીશ્રી સાથે જોડાયાં હતાં.