બોલીવૂડ કલાકારો નેહા ધુપીયા અને અંગદ બેદી ગુપચુપ પરણી ગયાં

નવી દિલ્હી – બોલીવૂડ અભિનેત્રી નેહા ધુપીયાએ અભિનેતા અંગદ બેદી સાથે શીખ પરંપરા મુજબ આજે લગ્ન કર્યાં છે. સોશિયલ મિડિયા પર પોતાનાં લગ્નની તસવીર શેર કરીને નેહાએ લખ્યું છે, ‘મારાં જીવનની આ શ્રેષ્ઠ ક્ષણ છે. હું મારાં બેસ્ટ ફ્રેન્ડને પરણી છું.’

અંગદ બેદી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન બિશનસિંહ બેદીનો પુત્ર છે.

નેહા અને અંગદના લગ્ન દક્ષિણ દિલ્હીના એક ગુરુદ્વારામાં અને ખૂબ ઉતાવળે યોજવામાં આવ્યા હતા. લગ્ન સમારંભમાં બંનેનાં પરિવારજનો તથા ખૂબ નિકટનાં મિત્રો હાજર રહ્યાં હતા.

લગ્નની જાહેરાત સોશિયલ મિડિયા મારફત કરવામાં આવી હતી.

નેહાએ શીશા (ડબલ રોલ), ક્યા કૂલ હૈ હમ, ગરમ મસાલા, એક ચાલીસ કી લાસ્ટ લોકલ, શૂટઆઉટ એટ લોખંડવાલા, સિંહ ઈઝ કિંગ, ફંસ ગયે રે ઓબામા, દે ધના ધન, એક્શન રીપ્લે, તુમ્હારી સુલુ જેવી અનેક હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

અંગદ પિન્ક ફિલ્મમાં તેનાં અભિનય બદલ જાણીતો છે. એણે પણ પોતાના ટ્વિટર પર લખ્યું છેઃ ‘બેસ્ટ ફ્રેન્ડ… હવે પત્ની! વેલ, હેલ્લો ધેર મિસિસ બેદી! નેહા ધુપીયા.’

લગ્ન સમારંભમાં અજય જાડેજા, આશિષ નેહરા અને ગૌરવ કપૂરે હાજર આપી હતી.

કહેવાય છે કે નેહા અને અંગદે એમનાં લગ્નને એકદમ ખાનગી રાખવાનું પસંદ કર્યું હતું તેથી કોઈને જરાસરખી પણ ગંધ આવી નહોતી.

બોલીવૂડમાંથી નેહા અને અંગદને લગ્ન માટે ટ્વિટર મારફત અભિનંદન આપતા સંદેશાઓ આપનાર હસ્તીઓમાં કરણ જોહર, સોહા અલી ખાન, હર્ષવર્ધન કપૂર, રણવિજય સિંહ, સોફી ચૌધરી વગેર્નો સમાવેશ થાય છે.

httpss://youtu.be/Eeg_0yYNG2g

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]