‘ક્રિસ્મસ કાર્નિવલ’ની ઉજવણી…

ક્રિસ્મસ બેલ વાગી રહ્યાં છે અને નવુ વર્ષ નજીક આવી રહ્યું છે ત્યારે દરેક વ્યક્તિ ઉત્સાહ અને મોજમસ્તી માટે ઉર્જાથી સભર છે. દરેક વર્ષની જેમ ડીપીએસ ઈસ્ટ સ્કૂલમાં સીઝનના અત્યંત યાદગાર અને મોજમસ્તીથી ભરેલા ” ક્રિસ્મસ કાર્નિવાલ” સમારંભની  ઉજવણી કરવામાં આવી હતી.

દરેક વર્ષની જેમ આ વર્ષ મોજમસ્તી, ઉત્સાહ અને ક્રિસ્મસની ભાવના સ્પષ્ટપણે વર્તાતી હતી. કાર્યક્રમી શરૂઆત પ્રભુ ઈસુની પ્રાર્થનાથી કરવામાં આવી, એ પછી સંખ્યાબંધ ડાન્સ અને સ્કીટ રજૂ કરવામાં આવી. ડીપીએસ પ્રિ-સ્કૂલ મણીનગર અને વસ્ત્રાલનાં બાળકોએ લયબધ્ધ પર્ફોર્મન્સથી  દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા.

બાળકોની રજૂઆતમાં ભારે ઉત્સાહ વર્તાતો હતો અને દર્શકો તરફથી પણ તેમને ભારે પ્રતિસાદ મળી રહ્યો હતો. શાળાની સુંદર સજાવટ કરવામાં આવી હતી, જેમાં ઉત્સવ, આનંદ અને હકારાત્મકતા ભારોભાર વર્તાતી હતી.