ઇનોવેશન ફેસ્ટિવલ: વાંચન લેખન સહેલાઇથી કેવી રીતે શીખી શકાય..?

ગાંધીનગર- શાળાએ જતાં બાળકો ઝડપથી વાંચન લેખન શીખી શકે એ માટે અનેક પ્રયોગો થતાં રહે છે. શિક્ષણને સરળતાથી વિર્ધાર્થીઓમાં ભાર વગર ઉતારી શકાય એ પ્રયત્નો કરવા અવનવો ઇનોવેશન પણ થાય છે. હા,આવો જ એક ઇનોવેશન ફેસ્ટિવલ ગુજરાતના ગાંધીનગર ખાતે યોજાઇ ગયો.

જી.સી.ઇ.આર.ટી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ,જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-ગાંધીનગર આયોજિત ચતુર્થ ઇનોવેશન ફેસ્ટિવલ તાજેતરમાં બે દિવસ માટે યોજાઇ ગયો. આ ફેસ્ટિવલમાં જિલ્લાની જુદી જુદી શાળાઓના 26 ઇનોવેટર શિક્ષકોએ ભાગ લીધો. આ પહેલા ઇનોવેશન ફેરમાં રાજ્યકક્ષાએ ભાગ લીધો હોય એવા 4 એમ કુલ 30 ઇનોવેટિવ શિક્ષકોએ ભાગ લઇ પોતાની કાર્ય શૈલી રજૂ કરી હતી.

ઇનોવેટિવ ફેસ્ટિવલ ઉજવવા પાછળનો હેતુ કોઇ શિક્ષક, આચાર્ય કે સી.આર.સી. કો. ઓર્ડિનેટરે પોતાના વર્ગ ખંડ, શાળા કે ક્લસ્ટરમાં પડતી મુશ્કેલીને લઇ, વિર્ધાર્થીઓની ગુણવત્તા સુધારણામાં કરેલો ઉપાય, કરેલું કામ, જે થોડું જુદી જ પ્રકારનું – જરા હટકે જ હોય, ઇનોવેટિવ હોય એ કામને પ્રદર્શિત કરવાનું અને પ્લેટફોર્મ પુરુ પાડવાનું છે. આવા નવી પ્રકારના કામનો પ્રચાર-પ્રસાર થાય એ પણ જરુરી છે.

જિલ્લા શિક્ષણ ગાંધીનગર દ્વારા યોજાયેલા ઇનોવેશન ફેર – 2018 માં સી.આર.સી કલોલ 3 ના કો ઓર્ડિનેટર યોગેશ આચાર્યએ વાંચન લેખનમાં કચાશ ધરાવતા વિદ્યાર્થીઓને સહેલાઇથી કેવી રીતે શીખવી શકાય.? એ મિશન વિદ્યામાં વ્યક્તિગત અને સ્વ-શિક્ષણ નામનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. જે વિદ્યાર્થીઓ માટે મહત્વ પૂર્ણ, ધ્યાન આકર્ષિત કરતો મહત્વનો પ્રોજેક્ટ હતો. વિર્ધાર્થીઓના વાંચન — વિડિયો દ્વારા હું શોધીન મારી ભૂલ… એ લેખનમાં સ્વ-શિક્ષણનો કાર્યક્રમ બની રહે છે.

યોગેશભાઇ સહિત અનેક શિક્ષકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ઇનોવેટીવ શિક્ષકોને શિક્ષણ સાથે સંકળાયેલા સચિવો તેમજ અધિકારીઓએ પ્રસંશા કરી પ્રોત્સાહિત કર્યા હતા.

અહેવાલ– પ્રજ્ઞેશ વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]