બાંગ્લાદેશના મદારીપુરમાં આવેલી પદમા નદીમાં 3 મે, સોમવારે સવારે લગભગ 7 વાગ્યાના સુમારે પદમા નદીમાં રેતીથી ભરેલી એક સ્ટીમર સાથે પ્રવાસીઓથી ખીચોખીચ ભરેલી એક સ્પીડબોટ અથડાતાં તે નદીમાં ઊંધી વળી ગઈ હતી, પરિણામે સ્પીડબોટમાંના 27 જણના મરણ નિપજ્યા હતા. પાંચ જણને બચાવી લેવામાં આવ્યા હતા.