આસામના મુખ્ય પ્રધાન હિમંત બિશ્વ શર્માએ આસામ રાજ્ય ગ્રામિણ આજિવીકા મિશન અંતર્ગત સખી એક્સપ્રેસ યોજના અંતર્ગત રાજ્યમાં બેન્ક સખીઓ, બીમા સખીઓ, જીવિકા સખીઓ વગેરે મહિલાઓને કુલ 6,670 સ્કૂટરોનું વિતરણ કર્યું હતું. શર્માએ આ પ્રસંગે કહ્યું કે મને ખાતરી છે કે સખીઓ આ સ્કૂટરોનો ઉપયોગ મહિલાઓમાં આર્થિક સશક્તિકરણના સંદેશનો ફેલાવો કરવા માટે કરશે. (તસવીર સૌજન્યઃ @himantabiswa)