અમિતાભ ‘ગ્રીન ઈન્ડિયા ચેલેન્જ’માં સહભાગી થયા

બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચને હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીની મુલાકાત લઈને ત્યાં છોડ રોપીને ‘ગ્રીન ઈન્ડિયા ચેલેન્જ’માં ભાગ લીધો હતો. અમિતાભે તેલંગણા રાજ્ય અને દેશભરમાં હરિયાળીનો વિસ્તાર કરવા માટે કામગીરી બજાવવા બદલ ‘ગ્રીન ઈન્ડિયા ચેલેન્જ’ તથા એના સ્થાપક અને રાજ્યસભાના સદસ્ય જોગીનીપલ્લી સંતોષકુમારની પ્રશંસા કરી છે. છોડની કેવી રીતે સંભાળ લેવામાં આવે છે એની અમિતાભે સંતોષકુમાર પાસેથી જાણકારી મેળવી હતી. જીઆઈસી દ્વારા અત્યાર સુધીમાં ત્રણ કરોડ છોડ રોપવામાં આવી ચૂક્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]