મુકેશ અંબાણી પત્ની, નાના પુત્ર સાથે સિદ્ધિવિનાયક મંદિરમાં…

ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી એમના પત્ની નીતા અને નાના પુત્ર અનંતની સાથે 12 ફેબ્રુઆરી, મંગળવારે મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા ગયા હતા અને મોટા પુત્ર આકાશના લગ્નની કંકોત્રી ભગવાનના ચરણમાં ભેટ ધરી હતી. આકાશ અંબાણી અને શ્લોકા મહેતાનાં લગ્ન માર્ચના બીજા અઠવાડિયામાં યોજાશે એવી ધારણા છે.