પૂણેમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ; 17નાં મરણ…

મહારાષ્ટ્રના પુણે શહેર અને જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે 26 સપ્ટેંબર, ગુરુવારે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સિંહગડ રોડ, બાલાજીનગર, આંબેગાંવ, સહકાર નગર, પાર્વતી, કોલ્હેવાડી, કિરકટવાડી વગેરે જેવા અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા, અનેક વાહનો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા અને કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ કુદરતી આફતમાં 17 જણનાં મરણના પણ અહેવાલ છે.