‘સ્વચ્છ ભારત મિશન’ માટે મોદીને ‘ગ્લોબલ ગોલકીપર એવોર્ડ’…

ભારતમાં સ્વચ્છતા મિશન શરૂ કરાવવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અમેરિકામાં સમ્માન કરવામાં આવ્યું છે. ન્યૂયોર્કમાં 24 સપ્ટેંબર, મંગળવારે એમને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી ‘ગ્લોબલ ગોલકીપર એવોર્ડ’ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ એમને જાણીતા સખાવતી અને માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે એનાયત કર્યો હતો. મોદીએ ‘સ્વચ્છ ભારત મિશન’ 2014માં સત્તા પર આવ્યા બાદ તરત જ શરૂ કર્યું હતું.

એવોર્ડ સ્વીકાર્યા બાદ પોતાના સંબોધન મોદીએ કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં 11 કરોડ જાહેર શૌચાલય બાંધવામાં આવ્યા છે. આ મિશનથી ભારતમાં સૌથી વધારે લાભ ગરીબ લોકોને અને ખાસ કરીને મહિલાઓને થયો છે.

બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને એક નિવેદનમાં કહ્યું છે કે સ્વચ્છ ભારત મિશન શરૂ કરાયું એ પહેલાં ભારતમાં 50 કરોડથી વધુ લોકો ખુલ્લામાં શૌચક્રિયા કરતા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]