IIFA Awards 2025: પિંક સિટી જયપુરમાં આઈફા એવોર્ડ્સની ધામધુમ જોવા મળી. ગત રોજ એટલે કે રવિવારે વિજેતાઓને એવોર્ડ્સ આપી સમારોહનું સમાપન થયું. આ સાંજ ઝળહળતાં સિતારાઓ અને કલા ક્ષેત્રના વિવિધ કલાકારોથી સજ્જ હતી. એક તરફ કાર્પેટ પર સેલેબ્સના ગ્લેમર અંદાજ આકર્ષણનું કેન્દ્ર બન્યા તો બીજી તરફ, સ્ટેજ પર પણ કલાકારોએ અદ્ભુત પ્રદર્શન કર્યુ.
અવોર્ડ્સ નાઈટમાં રેખાથી માંડીને કરીના કપૂર, માધુરી દીક્ષિત, ક્રિતી સેનોન, સહિતની અભિનેત્રીઓનો સુંદર અંદાજ જોવા મળ્યો હતો. આ સાથે શાહિદ કપૂર અને કાર્તિક આર્યન સહિતના અભિનેતાઓ પણ ઠાઠમાઠમાં દેખાયા.
