સુપર ફાઈટ લીગ સીઝન-2નો આરંભ…

વિશ્વની પ્રથમ મિક્સ્ડ માર્શલ આર્ટ્સ ટુર્નામેન્ટ ‘સુપર ફાઈટ લીગ’ બીજી સીઝન ‘સુપર ફાઈટ લીગ સીઝન 2’નો 18 ડિસેમ્બર, સોમવારે મુંબઈમાં આરંભ કરવામાં આવ્યો હતો. એ પ્રસંગે બોલીવૂડ કલાકારો જેક્લીન ફર્નાન્ડિસ, ટાઈગર શ્રોફ, અરબાઝ ખાન, સંગીતકાર બંધુઓ – સલીમ મરચંટ અને સુલેમાન મરચંટ ઉપસ્થિત રહ્યાં હતાં. ‘સુપર ફાઈટ લીગ સીઝન 2’ આવતા ફેબ્રુઆરીથી એમટીવી ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં 8 ટીમના 96 ખેલાડીઓ ભાગ લેશે.