ઈશા અંબાણીનાં લગ્ન પૂર્વેનો સંગીતજલસો…

ઉદ્યોગપતિ મુકેશ અને નીતા અંબાણીનાં પુત્રી ઈશાનાં લગ્ન પૂર્વે ઉદયપુરમાં આયોજિત સંગીત પાર્ટીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત થયેલા પંજાબી પોપ સ્ટાર સુખબીરે પાવર-પેક્ડ પરફોર્મન્સ આપ્યો હતો. એની ધૂન પર બોલીવૂડની હસ્તીઓએ ડાન્સનો આનંદ માણ્યો હતો. સંગીતની આ મહેફિલમાં સામેલ થયેલા કલાકારોમાં ઐશ્વર્યા રાય-બચ્ચન, અભિષેક બચ્ચન, દીપિકા પદુકોણ, રણવીર સિંહ, અનિલ કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, કરિશ્મા કપૂર વગેરેનો સમાવેશ થાય છે. ઈશા અને આનંદ પિરામલનાં લગ્ન 12 ડિસેંબરે નિર્ધારિત છે.