શાહરૂખે મેલબર્નમાં ભારતીય ફિલ્મોત્સવનો શુભારંભ કરાવ્યો…

બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં 8 ઓગસ્ટ, ગુરુવારે ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્ન (IFFM)ની 10મી આવૃત્તિનું ઉદઘાટન કર્યું હતું. એ માટેની પત્રકાર પરિષદમાં શાહરૂખ ઉપરાંત અર્જુન કપૂર, તબુ, ગાયત્રી શંકર, રીમા દાસ, નિર્માતા કરણ જોહર, નિર્માત્રી ઝોયા અખ્તર, પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ઓસ્ટ્રેલિયામાં ભારતીય સિનેમાની વિશેષ રીતે ઉજવણી છેલ્લા દસ વર્ષથી કરવામાં આવે છે. મેલબર્નને ઓસ્ટ્રેલિયાનું સાંસ્કૃતિક શહેર ગણવામાં આવે છે. વિક્ટોરિયા રાજ્યની સરકાર દ્વારા આ ભારતીય ફિલ્મોત્સવનું સંચાલન કરવામાં આવે છે. આ વખતના ભારતીય ફિલ્મોત્સવનો થીમ રખાયો છે ‘સાહસ’. આ ફિલ્મોત્સવ 8 ઓગસ્ટથી 17 ઓગસ્ટ સુધી ચાલશે.