ગર્ભવતી કરીનાએ ‘લાલસિંહ ચઢ્ઢા’નું શૂટિંગ પૂરું કર્યું…

બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર-ખાને એની આગામી નવી ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’માં પોતાનાં હિસ્સાનું શૂટિંગ દિલ્હીમાં પૂરું કરી લીધું છે. અભિનેતા સૈફ અલી ખાનની પત્ની કરીના બીજી વાર ગર્ભવતી થઈ છે. દંપતીને એક પુત્ર છે – તૈમુર અલી ખાન. કરીનાએ ફિલ્મમાં તેના સહ-કલાકાર આમિર ખાન સાથેની તસવીર સોશિયલ મિડિયા પર શેર કરી છે અને શૂટિંગ દરમિયાન સહકાર આપવા બદલ આમિર ખાન તથા સમગ્ર ક્રૂનો આભાર માન્યો છે.

શૂટિંગ દરમિયાન કરીના માટે આરોગ્યને લગતા તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ 1994માં આવેલી હોલીવૂડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિન્દી રીમેક છે. આ ફિલ્મની રિલીઝ નવી તારીખ હજી જાહેર કરાઈ નથી.

આ ફિલ્મના દિગ્દર્શક છે અદ્વૈત ચંદન અને ફિલ્મના નિર્માતાઓ છેઃ આમિર ખાન પ્રોડક્શન્સ અને વાયકોમ 18 મોશન પિક્ચર્સ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]