કંગનાએ ‘જજમેન્ટલ હૈ ક્યા’નો સ્પેશિયલ શો રાખ્યો…

બોલીવૂડ અભિનેત્રી કંગના રણોટે 26 જુલાઈએ રિલીઝ થનારી તેની નવી હિન્દી ફિલ્મ 'જજમેન્ટલ હૈ ક્યા'નો સ્પેશિયલ શો 23 જુલાઈ, મંગળવારે મુંબઈમાં સની સુપર સાઉન્ડ ખાતે યોજ્યો હતો. આ શોનું આયોજન એણે તેનાં પરિવારજનો તથા ફિલ્મ ઉદ્યોગમાં તેનાં ખાસ મિત્રોને માટે કર્યું હતું. 'ક્વીન' કંગના આ શોમાં 90ના દાયકાના ડિસ્કો લૂકમાં (અબોડી નિર્મિત સિલ્વર રફલ ડ્રેસમાં સજ્જ થઈને) આવી હતી. શોમાં હાજર રહેલાઓમાં મધુર ભંડારકર, આનંદ એલ. રાય, મુકેશ છાબરા, અશ્વિની ઐયર તિવારી, ફાતિમા સના શેખ, શૈલેષ આર. સિંહ, પ્રકાશ કોવલામુડી, કનિકા ધિલોન જેવી ફિલ્મી હસ્તીઓ તેમજ કંગનાનાં માતા આશા રણોટ અને બહેન રંગોલી ચંદેલનો સમાવેશ થાય છે. ફિલ્મ જોયા બાદ મહેમાનો ફિલ્મ તથા કંગનાની એક્ટિંગની પ્રશંસા કરતા જોવા મળ્યાં હતાં.