ડેનિમમાં સજ્જ રવીના અને પુત્રી રાશા…

બોલીવૂડ અભિનેત્રી રવીના ટંડને 24 જુલાઈ, બુધવારે એની પુત્રી રાશા સાથે મુંબઈમાં એક રેસ્ટોરન્ટમાં સાથે લંચ લીધું હતું. રેસ્ટોરન્ટમાંથી તેઓ બહાર આવી ત્યારે ફોટોગ્રાફરોએ એમને કેમેરામાં ઝડપી લીધી હતી. મા-દીકરી બંને ડેનિમમાં સજ્જ હતાં. રવીના ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર અનિલ થડાનીને પરણી છે. બંનેને રણબીરવર્ધન નામે એક પુત્ર પણ છે. રવીનાએ લગ્ન પહેલાં પૂજા અને છાયા નામની બે છોકરીઓને તરીકે દત્તક લીધી હતી. દિગ્દર્શક રવિ ટંડનની પત્રી રવીના ટંડને 'પથ્થર કે ફૂલ' ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. એની અન્ય જાણીતી ફિલ્મો છે - અંદાઝ અપના અપના, મોહરા, મૈં ખિલાડી તુ અનાડી, આન્ટી નંબર-1, શૂલ, અક્સ વગેરે. છેલ્લે તે 'માતૃ' ફિલ્મમાં જોવા મળી હતી.