યૂરોપમાં ‘બવાલ’ના શૂટિંગ પાછળ રોજના રૂ. અઢી કરોડનો ખર્ચ

નિર્માતા સાજિદ નડિયાદવાલાની આગામી નવી હિન્દી ફિલ્મ ‘બવાલ’નું શૂટિંગ હાલ યૂરોપના દેશોમાં ચાલી રહ્યું છે. ફિલ્મના મુખ્ય કલાકારો – વરૂણ ધવન અને જ્હાન્વી કપૂરની કારકિર્દીમાં આ સૌથી મોંઘી ફિલ્મ છે. યૂરોપમાં આ ફિલ્મના કુલ 10-દિવસના શૂટિંગ પાછળ દરરોજનો રૂ. અઢી કરોડ જેટલો ખર્ચ થાય છે. શૂટિંગ પોલેન્ડ (ક્રેકો અને વોર્સો), નેધરલેન્ડ્સ (એમ્સ્ટરડેમ), ફ્રાન્સ (પેરિસ) અને જર્મની (બર્લિન)માં કરવામાં આવી રહ્યું છે. ક્રેકોમાં શૂટિંગ પતાવીને યુનિટનાં સભ્યો વોર્સો પહોંચ્યાં છે. સમગ્ર યુનિટમાં 700થી પણ વધારે સભ્યો છે. નિતેશ દિવારી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 2023ની 7 એપ્રિલે થિયેટરોમાં રિલીઝ કરવાનું નિર્ધારિત છે.