‘ધડક’નું ટ્રેલર લોન્ચ કરાયું…

આગામી નવી હિન્દી ફિલ્મ ‘ધડક’નું ટ્રેલર 11 જૂન, સોમવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ લૉન્ચ થયું. સુપરહિટ મરાઠી ફિલ્મ ‘સૈરાટ’થી પ્રેરિત ‘ધડક’માં ઈશાન ખટ્ટર તથા જ્હાન્વી કપૂર મુખ્ય ભૂમિકામાં છે. કુટુંબની લાડકી દીકરી જ્હાન્વીનાં સપોર્ટમાં આખું કપૂર ખાનદાન આ અવસરે હાજર રહ્યું, જેમ કે પપ્પા બોની કપૂર, બહેન ખુશી, કાકાઓ અનિલ તેમજ સંજય કપૂર, પિતરાઈ ભાઈ હર્ષવર્ધન કપૂર, રિયા કપૂર, વગેરે. અર્જુન તથા સોનમ ભારતબહાર હોઈ પત્રકાર પરિષદમાં હાજર રહી શક્યાં નહોતાં. ઈશાન સાથે મમ્મી નીલિમા હાજર રહી. ‘ધડક’નાં મુખ્ય ઍક્ટર્સને મંચ પર બોલાવતાં પહેલાં નિર્માતા કરણ જોહર તથા ડિરેક્ટર શશાંક ખૈતાને થોડી મજાકમસ્તી કરી હતી. આ અવસરે ફિલ્મના સંગીતકાર અજય-અતુલ (જેમણે ‘સૈરાટ’માં સંગીત આપેલું) તથા ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય, વગેરે પણ હાજર રહ્યાં હતાં. ફિલ્મ 20 જુલાઈએ રિલીઝ થશે.

નાની બહેન ખુશી ટ્રેલર લોન્ચ પ્રસંગે લાગણીવશ થઈ ગઈ હતી, પણ જ્હાન્વીએ એને સંભાળી લીધી હતી

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]