નેતન્યાહુ બોલીવૂડ સિતારાઓને મળ્યા…

ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહુ અને એમના પત્ની સારા નેતન્યાહુ 18 જાન્યુઆરી, ગુરુવારે સાંજે મુંબઈમાં ‘શલોમ બોલીવૂડ’ નામક કાર્યક્રમ અંતર્ગત અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય-અભિષેક બચ્ચન, સારા અલી ખાન, રણધીર કપૂર, કરણ જોહર, રોની સ્ક્રૂવાલા, સુભાષ ઘઈ સહિત બોલીવૂડની અનેક હસ્તીઓને મળ્યા હતા. એ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત હતાં. એ પ્રસંગે નેતન્યાહુએ કહ્યું કે, ‘ઈઝરાયલને બોલીવૂડ બહુ પસંદ છે. હું જાણું છું કે સોશિયલ મિડિયા પર અમિતાભ બચ્ચનનું ફોલોઈંગ મારી કરતાં પણ વધારે છે. દુનિયા બોલીવૂડને ચાહે છે, અમે બોલીવૂડને ચાહીએ છીએ, બોલીવૂડ ઈઝરાયલમાં આવે એવું અમે ઈચ્છીએ છીએ.’ અમિતાભ બચ્ચને નેતન્યાહુ સાથે સ્ટિક સેલ્ફી ખેંચી હતી.