અમદાવાદમાં વિવિધ થીમ સાથે ગણેશોત્સવની ઉજવણી

અમદાવાદ: ગણપતિ મહોત્સવની સમગ્ર રાજ્યમાં ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. અમદાવાદ સહિત ગુજરાતના નાના-મોટાં ગામડાંઓ અને શહેરોમાં સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણીનું મહત્વ વધ્યું છે.ગુજરાતમાં ઘરે-ઘરે ગણેશજીનું સ્થાપન કરવાનું મહત્વ વધ્યું છે.અમદાવાદ શહેરના ઈદગાહ ચાર રસ્તા પાસે કૃષ્ણ જન્મોત્સવ સાથે જેલની થીમ ઉભી કરી, ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે.દરિયાપુરના લુણસાવાડમાં ભગવાન દત્તાત્રેયના સ્વરૂપે ભગવાન ગણેશ બિરાજમાન છે.જ્યારે નાડિયાવાડમાં શેષનાગ પર સંકટમોચન બિરાજમાન થયા છે.માધુપુરામાં શ્રીજી સ્વરૂપે ગણેશ સાથે નરસિંહ અને મીરાં ભક્ત સ્વરૂપે ભક્તિ કરતા જોઈ શકાય છે.દેવમ ગોદરેજ ગાર્ડન સિટી( ગ્રીન થીમ), વંદેમાતરમ રોડ( ગણેશ સાથે રામ, કૃષ્ણ,હનુમાન), ભીમજીપુરા, ઘાટલોડિયામાં મિત્ર મંડળ સોસાયટીઓ દ્વારા ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે.

સૌથી જૂના સાર્વજનિક ગણેશોત્સવની વાત કરીએ તો શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા ‘લાલદરવાજા ચા લંબોધર’ની વિશાળ મૂર્તિના દર્શન માટે લાંબી કતારો લાગે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)