ટ્રુડો પરિવારે સુવર્ણ મંદિરમાં રોટલીઓ વણી…

ભારતના અઠવાડિયાના પ્રવાસે આવેલા કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો, એમના પત્ની સોફી અને એમના ત્રણેય બાળકોએ 21 ફેબ્રુઆરી, બુધવારે અમૃતસરના સુવર્ણ મંદિરમાં દર્શન કર્યા હતા અને ત્યાંના રસોઈગૃહમાં જઈ સેવા પ્રદાન કરી હતી. એમણે રોટલીઓ બનાવી હતી. ઉલ્લેખનીય છે કે, કેનેડામાં શીખ અને પંજાબી સમુદાયના લોકો મોટી સંખ્યામાં વસે છે. જસ્ટિન ટ્રુડો અને એમના પરિવારે અમૃતસરની મુલાકાત લઈને કેનેડામાં વસતા શીખ અને પંજાબ સમુદાયના લોકોના મહત્વને રેખાંકિત કર્યું છે. ટ્રુડોએ પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહ સાથેની મુલાકાત દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે એમનો દેશ ભારતમાં કે ભારતની બહાર અલગતાવાદીઓના કોઈ આંદોલનને ટેકો આપતો નથી.