કેનેડાના વડાપ્રધાન અક્ષરધામની મુલાકાતે

ગાંધીનગરઃ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓએ સવારે ગાંધી આશ્રમની મુલાકાત લીધા હતી અને ત્યારબાદ તેઓ ગાંધીનગર અક્ષરધામની મુલાકાતે પહોંચ્યા હતા. અહીંયા પરિવાર સાથે ભગવાન સ્વામીનારાયણના દર્શન કર્યા હતા. તો આ સાથે જ ટ્રુડો પરિવાર અક્ષરધામ મંદિરના પટાંગણમાં વ્યાપ્ત શાંતિનો આનંદ લેતો જોવા મળ્યો હતો.