ઝેન ગાર્ડન, અમદાવાદઃ ભારતમાં જાપાની સંસ્કૃતિનું દર્શન…

અમદાવાદની પ્રતિષ્ઠિત સંસ્થા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)ના કેમ્પસમાં જાપાનીઝ ઝેન ગાર્ડન અને કાઈઝન એકેડેમીનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 27 જૂન, રવિવારે વર્ચ્યુઅલ માધ્યમથી ઉદઘાટન કર્યું હતું. ઝેન ગાર્ડનને તમે ‘જાપાની ધ્યાન વાટિકા’ પણ કહી શકો. કુદરતી સ્વરૂપે બનાવવામાં આવેલું આ જાપાની પારંપારિક ઉપવન છે. ઝેન ગાર્ડન અને કાઈઝન એકેડેમી AMA સ્થિત જાપાન ઈન્ફોર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર તથા ઈન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન (IJFA), ગુજરાતની સંયુક્ત પહેલ છે. તેને હ્યોગો ઈન્ટરનેશનલ એસોસિએશન, જાપાનનો સહયોગ પ્રાપ્ત છે. જુઓ ઝેન ગાર્ડન-કાઈઝન એકેડેમીની એક-એકથી સુંદર તસવીરો…

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]