ભાઈ-બહેને કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યાં

કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી અને એમનાં ભાઈ રાહુલ ગાંધીએ 4 માર્ચ, શુક્રવારે વારાણસી શહેરમાં કાશી વિશ્વનાથ મંદિરમાં જઈને દર્શન કર્યાં હતાં અને પૂજા કરી હતી. ઉલ્લેખનીય છે કે, વારાણસી વડા પ્રધાન અને ભાજપના મોભી નરેન્દ્ર મોદીનો સંસદીય મતવિસ્તાર છે.

મંદિરમાં દર્શન-પૂજા કર્યા બાદ રાહુલે કહ્યું કે, મારી બહેનની સાથે કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવાથી બહુ સારું લાગ્યું. અમે શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી છે.