રક્ષાબંધન તહેવારનો ઉત્સાહ…

0
231

રક્ષાબંધનના તહેવારની પૂર્વસંધ્યાએ, 14 ઓગસ્ટ, ગુરુવારે દેશમાં અનેક ઠેકાણે મહિલાઓએ સુરક્ષા અધિકારીઓ-જવાનોને રાખડી બાંધી હતી. ઉપરની તસવીરમાં, પંજાબના પટિયાલામાં મહિલાઓ લશ્કરી જવાનોને એમના હાથ પર રાખડી બાંધી રહી છે.

કોલકાતામાં મહિલાઓ ટ્રાફિક પોલીસ અધિકારીઓને રાખડી બાંધી રહી છે.

ભારતીય મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમની કેપ્ટન જુલન ગોસ્વામી કોલકાતામાં એક કાર્યક્રમમાં એક બૌદ્ધ સાધુને રાખડી બાંધી રહી છે.

પંજાબના પટિયાલામાં સેન્ટ્રલ જેલમાં એક મહિલા એનાં કેદી ભાઈને રાખડી બાંધી રહી છે