વડા પ્રધાન મોદીને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી…

ભાઈ-બહેનના પવિત્ર અને નિઃસ્વાર્થ પ્રેમના પ્રતિક સમાન રક્ષાબંધન તહેવારની 15 ઓગસ્ટ, ગુરુવારે દેશભરમાં પરંપરાગત શ્રદ્ધા, ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કેટલીક મહિલાઓ તથા બાળકોએ રાખડી બાંધી હતી. લખનઉમાં, ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલે રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને રાખડી બાંધી હતી. નવી દિલ્હીમાં, કેન્દ્રીય પ્રધાન સાધ્વી નિરંજન જ્યોતિએ સાથી કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વીને રાખડી બાંધી હતી.


દિવ્યાંગ છોકરી પાસે રાખડી બંધાવતા વડા પ્રધાન મોદી
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]