મહાશિવરાત્રિ નિમિત્તે સદ્દગુરુના પુસ્તકનું ઉપરાષ્ટ્રપતિ દ્વારા વિમોચન…

જાણીતા આધ્યાત્મિક ગુરુ અને ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક સદ્દગુરુના અંગ્રેજી પુસ્તક 'ડેથઃ એન ઈનસાઈડ સ્ટોરી'નું 21 ફેબ્રુઆરીના શુક્રવારે મહાશિવરાત્રિના તહેવાર નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે વિમોચન કર્યું હતું. આ કાર્યક્રમનુું આયોજન કોઈમ્બતુરમાં ઈશા સ્થિત સદ્દગુરુના ઈશા યોગ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. સેન્ટર ખાતે મહાશિવરાત્રિની ઉજવણીની 26મી વર્ષગાંઠ નિમિત્તે આ પુસ્તક વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાખો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્રમનું ભારતની 10 ભાષાઓમાં 100થી વધારે ટીવી તથા વેબ ચેનલો ઉપર પણ જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.


સદ્દગુરુએ ઉપરાષ્ટ્રપતિ નાયડુને ઈશા યોગ કેન્દ્ર બતાવ્યું હતું અને એમને માટે ધ્યાનલિંગ યોગ મંદિરમાં પંચ-તત્ત્વોને શુદ્ધ કરવાની પ્રક્રિયા પંચભૂત આરાધના પણ કરી હતી.