સરસ રહ્યો, અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતેનો ‘સરસ મેળો 2020’…

અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત 'સરસ મેળો-2020'નો અનેક લોકોએ મુલાકાત લીધી હતી અને દેશભરના વિવિધ રાજ્યોના ગ્રામીણ મહિલા જૂથો દ્વારા નિર્મિત હસ્તકાળીગરીની કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન નિહાળવાનો અને ખરીદી કરવાનો લ્હાવો લીધો હતો. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)


દેશના વિવિધ રાજ્યોના ગ્રામીણ મહિલા સ્વ-સહાય જૂથોના ઉત્કર્ષ માટે 16-23 ફેબ્રુઆરી સુધી 'સરસ મેળો-2020'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.


ગ્રામીણ મહિલાઓના આર્થિક સ્વાવલંબન માટે તેમજ સ્વ-સહાય જૂથોને બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમના દ્વારા ઉત્પાદિત વિવિધ કલાત્મક ચીજવસ્તુઓના વેચાણ થકી એમને પ્રોત્સાહિત કરવાના આશયથી આ સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.


આ પ્રાદેશિક સરસ મેળામાં દેશના વિવિધ રાજ્યોના 50 સ્ટોલ તેમજ ગુજરાતના તમામ જિલ્લાના 100 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, તેમજ ફૂડ કોર્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.