ગણેશોત્સવઃ મીરા-ભાયંદરમાં દોઢ દિવસના ગણપતિની મૂર્તિઓનું વિસર્જન…

હાલ ગણેશોત્સવ ચાલુ છે ત્યારે મુંબઈની પડોશના થાણે જિલ્લાના મીરા રોડ અને ભાયંદર ઉપનગરોમાં દોઢ દિવસની પૂજા કરવા માટે સ્થાપના કરેલા ગણપતિજીની મૂર્તિઓનું વ્યક્તિગત શ્રદ્ધાળુઓ તથા સાર્વજનિક મંડળોએ 23 ઓગસ્ટ, રવિવારે મીરા-ભાયંદર મહાનગરપાલિકા દ્વારા રચાયેલા કૃત્રિમ તળાવોમાં ધાર્મિક ઉત્સાહ અને ઉમંગ સાથે વિસર્જન કરાવ્યું હતું. કોરોના વાઈરસ બીમારીનો ફેલાવો રોકવા માટે મહાપાલિકાએ ચોપાટી અને તળાવોમાં ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. મહાપાલિકાના સ્વયંસેવકો જાતે જ લોકોના ઘેર કે મંડળો ખાતે જઈને મૂર્તિઓ લઈ જતા હતા અને કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરી આપતા હતા. (તસવીરોઃ દીપક ધુરી)