GalleryCulture ઉત્તરાયણમાં નાનાં બાળકોનો આનંદ… January 14, 2022 ઉત્તરાયણ આવે એટલે પતંગ રસિયાઓ ગેલમાં આવી જાય. પવન હોય તો પતંગ જાણે આકાશને આંબે અને પવન ન હોય તો થમકા મારી શોખ પૂરો કરે… પણ નાના બાળકોનું શું…? ભૂતકાળમાં તો નાના બાળકોને પતંગ ચગાવતાં ન આવડે એટલે એમને ગેસ ભરેલા ફુગ્ગા લઇ આપતાં હતા. પણ હવે બાળકોનાં મનોરંજન માટે ગેસ ભરેલા રંગબેરંગી ફુગ્ગાઓની સાથે અવનવા આકારના બલૂન બજારમાં આવી ગયા છે. અમદાવાદ શહેરના માર્ગો પર છોટા ભીમ, સ્પાઇડરમેન જેવા પાત્રો, એરોપ્લેન, મોર, કૂકડો, ઘોડો, બતક, ગાય, ટેડીબેર જેવા વિવિધ આકારમાં રંગબેરંગી બલૂન મળે છે. બલૂન ભરવાના ગેસની બોટલો સાથે હજારો લોકો પેટિયું રળવા શહેરના માર્ગો પર જોવા મળે છે. પતંગની જગ્યાએ મનગમતા આકારના બલૂનને ઉડાડીને બાળકો પણ આનંદ મેળવી લે છે. (પ્રજ્ઞેશ વ્યાસ)