મુંબઈના માઉન્ટ મેરી ચર્ચમાં ‘બાન્દ્રા મેળો’…

ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના વર્જિન માતા મધર મેરી (મરિયમ)નાં જન્મપર્વની ઉજવણી કરવા મુંબઈના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરસ્થિત માઉન્ટ મેરી ચર્ચમાં દર વર્ષેની જેમ આ વખતે પણ ‘બાન્દ્રા ફેર’ (બાન્દ્રા મેળો)નું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસ વધી રહ્યા હોવાથી સરકાર અને મુંબઈ મહાનગરપાલિકા દ્વારા લાગુ કરાયેલા નિયંત્રણોને કારણે આ વર્ષના ‘બાન્દ્રા ફેર’માં લોકોની હાજરી ઓછી રહે છે. ચર્ચને હંમેશની જેમ રંગબેરંગી લાઈટિંગથી શણગારવામાં આવ્યું છે. (તસવીરોઃ દીપક ધુરી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]