રાજપથ ખાતે ‘કલા કુંભ’ અંતર્ગત વિશાળ નામાવલીઓનું નિર્માણ…

26 જાન્યુઆરીએ દેશના 73મા પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીના રાજપથ ખાતે અનોખી પહેલ તરીકે ‘કલા કુંભ‘ અંતર્ગત વિશાળ અને શાનદાર સ્ક્રોલ (નામાવલી પેન્ટિંગ યાદીઓ)ને સ્થાપિત કરવામાં આવી છે. આ ‘કલા કુંભ’ દેશની આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેશની વિવિધતામાં એકતાનો સાર દર્શાવે છે. સાથોસાથ, દેશની પ્રગતિના 75 વર્ષ અને જનતા, સંસ્કૃતિ તથા દેશની સિદ્ધિઓ અને ગૌરવશાળી ઈતિહાસને ઉજવવા માટે કેન્દ્ર સરકારની પહેલનું વિશ્લેષણ પણ છે. આ સ્ક્રોલ 750 મીટર લાંબી છે. આ વિશાળ નામાવલીઓ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ગુમનામ નાયકોના વીરતાભર્યા જીવન અને ઈતિહાસને ઊંડાણથી જાણવા માટે લોકોને આકર્ષિત કરે છે. આ ‘કલા કુંભ’ કેન્દ્રના સંસ્કૃતિ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયે સહયોગ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. વિશાળ નામાવલીઓનું પેઈન્ટિંગ દેશના વિવિધ વિસ્તારોના અસંખ્ય કલા-કારીગરોએ કર્યું છે. (તસવીર સૌજન્યઃ પીઆઈબી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]