મુખ્યપ્રધાન ઠાકરેએ મુંબાદેવી માતાનાં દર્શન કર્યાં…

લગભગ છ મહિનાના સમયગાળા બાદ મહારાષ્ટ્રમાં આમજનતાને મંદિરોમાં જઈને ભગવાનનાં દર્શન કરવાની ફરી પરવાનગી આપવામાં આવી છે. રાજ્યના મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેએ એમના પત્ની રશ્મી ઠાકરે તથા પુત્ર આદિત્ય ઠાકરે (રાજ્યના પર્યટન પ્રધાન) સાથે 7 ઓક્ટોબર, ગુરુવારે વહેલી સવારે મુંબઈમાં સુપ્રસિદ્ધ મુંબાદેવી માતાનાં મંદિરે જઈને દર્શન કર્યાં હતાં. એમની સાથે શહેરનાં મેયર કિશોરીતાઈ પેડણેકર પણ હતાં. CM ઠાકરેએ સૌને નવરાત્રી ઉત્સવની હાર્દિક શુભેચ્છા આપી છે અને સાથોસાથ અપીલ કરી છે કે ધાર્મિક સ્થળોએ સૌ આરોગ્યને લગતા નિયમોનું પાલન કરે. કોરોનાવાઈરસ મહાબીમારીને કારણે મંદિરોમાં આમજનતાને દર્શન કરવા જવા પર પ્રતિબંધ હતો જે હવે હટાવી લેવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મુંબઈમાં શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે જઈને દર્શન કર્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]